નડિયાદમાં 10 હજારની લાંચ લેતો અધિકારી રંગે હાથ પકડાયો

નડિયાદ શહેરના એક વિસ્તારમાં આવેલી સરકારી કચેરીના કર્મચારી લાંચ વગર કામ ન કરતા હોવાની ફરિયાદો ઉઠી હતી. તેમજ આ બાબતે શહેરના એક જાગૃત નાગરિક દ્વારા એ.સી.બીમાં ફરિયાદ કરવામાં આવી હતી. એ.સી.બીના છટકામાં આબાદ અધિકારી પકડાઈ ગયો હતો. નડિયાદ શહેરના બાલકનજી-બારી સામે આવેલ ગુજરાત રાજય નાગરિક નિગમની ઓફિસમાં ફરજ બજાવતા કલાસ-૩ અધિકારી આબાદ ઝડપાઇ ગયા હતા. એ.સી.બી દ્વારા આ કચેરી ખાતે છટકુ ગોઠવવામાં આવ્યુ હતુ અને છટકામાં ઇન્ચાર્જ નાયબ જિલ્લા મેનેજર જયદીપકુમાર હસમુખભાઇ મકવાણા રૂા.૧૦,૦૦૦ની લાંચ લેતા એ.સી.બીના અધિકારીના હાથે ઝડપાઇ ગયો હતો. આ બનાવમાં ફરિયાદી ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ નડિયાદના ગોડાઉનમાંથી માલ ભરીને મહુધા તાલુકાની વ્યાજબી ભાવની દુકાનો, મધ્યાહન ભોજન યોજના, કેન્દ્રો તથા સંકલિત બાળ વિકાસ યોજના કેન્દ્રો સુધી આવશ્યક વસ્તુઓ પહોચાડવાનુ ટ્રાન્સપોર્ટેશનના ઇજારદાર તરીકે કામ કરતા હતા. તેઓનુ ફેબુ્રઆરી મહિનાનુ રૂ.૩૫,૦૦૦ નુ બિલ મંજૂર ન થયેલ હોય તે અંગે આરોપીએ ત્રણ-ચાર વખત લાંચની માંગણી કરી હતી.અંતે ૧૦,૦૦૦ હજાર આપવાના નક્કી કરવામાં આવ્યુ હતુ. બપોરના અરસામાં લાંચનુ છટકુ ગોઠવવામાં આવ્યુ હતુ અને અધિકારીને લાંચ લેતા રંગે હાથ પકડી પાડવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *