અંજારના ખેડોઇ ગામની વાડીમાથી 3.02 લાખનો દેશી દારૂ તથા આથો ઝડપાયો : આરોપી ફરાર
copy image

અંજારના ખેડોઇ ગામની વાડીમાથી 3.02 લાખનો દેશી દારૂ તથા આથો પોલીસે ઝડપી પાડ્યો છે. જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સ પોલીસની પકડથી દૂર હતા. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજાર પોલીસ પેટ્રોલિંગમાં હતી, તે દરમ્યાન, તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, આશાપુરા પેટ્રોલ પંપની સામે આવેલ વાડીમાં બે ઈશમો દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ગાળી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. જાણવા મળી રહ્યું છે કે તપાસ દરમ્યાન આંબાના ઝાડ નીચે 200-200ની ક્ષમતાવાળા બે બેરલ પર ઘમેલાં ચડાવેલાં જોવા મળ્યા હતા. જેના નીચે ચુલા બંધ હાલતમાં હતા. બાજુમાં અન્ય ચાર બેરલમાં પીળાશ પડતું પ્રવાહી હતું તેમજ અન્ય છ બેરલ જમીનમાં દાટેલા હોવાનું સામે આવ્યું છે. રૂા. 50,000ના 2000 લિટર આ આથાનો ત્યાં જ નાશ કરવામાં આવેલ છે. અહીથી પોલીસે કુલ રૂા. 2,52,000નો આ દારૂ જપ્ત કર્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.