કાનાણીવાંઢ નજીકથી ગાડીમાં ભરેલ 3.66 લાખનો દારૂ ઝડપાયો : આરોપી ફરાર

copy image

copy image

પૂર્વ કચ્છ એલ.સી.બી.ની ટીમ કાનાણીવાંઢ બાજુ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, રાપરનો આરોપી શખ્સ ગાડીમાં દારૂ ભરી કાનાણીવાંઢ તરફ આવી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર વોચ ગોઠવી હતી. સૂત્રો જણાવી રહ્યા છે કે કાનાણીવાંઢ તરફથી બાતમી વાળી ગાડી આવતા તેને અટકાવવા પ્રયાસ કરવામાં આવતા ચાલકે ગાડી આગળ હંકારી દીધી હતી.  જાણવા મળી રહ્યું છે કે આગળ જતાં કેનાલના કાદવમાં તેનું વાહન ફસાઈ જતાં આ શખ્સ ગાડી મૂકીને અંધારામાં ફરાર થઈ ગયો હતો. પોલીસે આ ગાડીની તપાસ કરતાં તેમાંથી કુલ રૂા. 3,66,245નો શરાબ નીકળી પડ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી નાસી છૂટેલ આરોપી શખ્સને ઝડપી પાડવા આગળની વધુ તપાસ આરંભી છે.