સામખિયાળીમાં મકાનમાંથી 15 હજારના દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

daru2

copy image

copy image

સામખિયાળી ખાતે આવેલ શાંતિનગર પ્લોટ વિસ્તારમાંથી પોલીસે એક ઈશમને 15 હજારના દારૂ સાથે ઝડપી પાડેલ હતો. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે સામખિયાળી ખાતે આવેલ શાંતિનગર પ્લોટ વિસ્તારમાં એક શખ્સ પોતાના રહેણાક મકાનમાં દારૂ રાખી તેનું વેચાણ કરી રહયો છે. મળેલ બાતમીના  આધારે પોલીસે તપાસ હાથ ધરી અને આરોપી શખ્સનાં મકાનમાં રેઈડ પાડી હતી. પ્રાપ્ત વિગતો મુજબ હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પોલીસે આરોપી શખ્સને પકડી કુલ 15,862નો દારૂ કબ્જે કર્યો છે. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ આદરી છે.