નખત્રાણા ખાતે આવેલ ચરાખડા ગામમાં કોંક્રીટ મિક્સર વાહનની હડફેટે 41 વર્ષીય આધેડનું મોત

copy image

copy image

  નખત્રાણા ખાતે આવેલ ચરાખડા ગામમાં આયના કંપનીના કોંક્રીટ મિક્સર વાહનની હડફેટે 41 વર્ષીય રમજાન નામના આધેડનું મોત નીપજયું છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ હતભાગી ચરાખડા સીમ વિસ્તારમાં આવેલા સોલાર પ્લાન્ટ ખાતે ખાટલામાં સૂતો હતો તે દરમ્યાન કોંક્રીટ મિક્સરના ચાલકે પૂરઝડપે વાહન હંકારી તેને હડફેટમાં લીધો હતો. જાણવા મળી રહ્યું છે કે સર્જાયેલ અકસ્માતમાં આ આધેડની ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. સર્જાયેલ અકસ્માતમાં ગંભીર ઇજાઓના પગલે આ આધેડનું મોત નીપજયું છે. આ મામલે નખત્રાણા પોલીસે વાહનચાલક સામે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આદરી છે.