જીવદયા બતાવવા જતાં આધેડે પોતાનો જીવ ખોયો

copy image

copy image

  મુંદ્રા તાલુકાનાં મોટી ભુજપુર નજીક મુદ્રા-માંડવી ધોરી માર્ગ પર પુલ પાસેના સોનલ પેટ્રોલપંપ નજીકના માર્ગે 56 વર્ષીય આધેડ પોતાની બાઈક લઈને જઈ રહ્યા હતા તે સમયે આ માર્ગ પર બે નોળિયા ઉતરતાં તેને બચાવવા જતાં આધેડની બાઈક  સ્લીપ થઈ ગઈ હતી. જાણવા મળી રહ્યું છે કે આ બનાવમાં આ બાઈક ચાલક આધેડને માથામાં હેમરેજ જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓને પગલે આધેડનુ મોત નીપજયું છે. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આદરી છે.