ટપ્પર ગામમાં 15 વર્ષીય કિશોરે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

susaiid

copy image

copy image

 અંજાર ખાતે આવેલ ટપ્પર ગામના સીમમાં લગભગ પંદર દિવસ પૂર્વે રાજસ્થાનથી આવેલ 15 વર્ષીય કિશોરએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પાપ્ત થતી વિગતો મુજબ અંજાર તાલુકાનાં ટપ્પરના બતાડા વિસ્તારમાં રહી મજૂરી કામ કરનાર શંકર પારગીનો પુત્ર  15 દિવસ અગાઉ રાજસ્થાનના ડુંગરપુરથી આવેલ હતો. જેને કોઈ કારણોસર ગત દિવસે ઝાડમાં કપડું બાંધી ગળેફાંસો ખાઇ જીવનનો અંતિમ માર્ગ પસંદ કર્યો હતો. આ કિશોર કયા કારણોસર આપઘાત કાર્યો હશે તે સહિતની  આગળની વધુ તપાસ પોલીસે આદરી છે.