ભુવડ ગામ નજીકથી બેભાન હાલતમાં મળી આવેલ આધેડને હોસ્પિટલ લઈ જવાતા મૃત જાહેર કરાયા
copy image

ભુવડ ગામ નજીક આવેલ બાબા હોટલ પાસેથી 45 વર્ષીય અજાણ્યો આધેડ બેભાન હાલતમાં મળી આવતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કાર્યા હતા. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજાર ખાતે આવેલ ભુવડ ગામ નજીક આવેલ બાબા હોટલ પાસેથી આ 45 વર્ષીય આધેડ બેહોશ હાલતમાં મળી આવેલ હતા. જેમને સારવાર અર્થે લઈ જવાતા તબીબે મૃત જાહેર કર્યા હતા. આ આધેડનું કયા કારણોસર મોત થયું હશે તે સહિતની આગળની વધુ કાયદેસરની કાર્યવાહી પોલીસે આદરી છે.