બેંકમાંથી લીધેલ લોન પેટે આપવામાં આવેલ ચેક પરત ફરતા આરોપી એક વર્ષ માટે જેલમાં ધકેલાયો

jail-7

copy image

copy image

બેંકમાંથી લીધેલ લોનના બદલામાં આપવામાં આવેલ ચેક પરત ફરવાના પ્રકરણમાં આરોપી શખ્સને એક વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ગુના કામેના આરોપી શખ્સે ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકની અંજાર શાખામાંથી ખેતીવિષયક લોન લીધેલ હતી. જે તેઓએ ભરપાઇ ન કરતાં લોનની નીકળતી રકમ રૂા. 3,80,844નો ચેક જમા કરાવેલ હતો. વધુમાં જાણવા મળી રહ્યું છે કે, આ ચેક પરત ફરતા કોર્ટમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. કોર્ટે આ કેસમાં બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપી શખ્સને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદ ઉપરાંત રૂા. 3,80,844ના દંડની રકમ ફરિયાદીને ચૂકવવા હૂકમ જાહેર કર્યો છે.