માધાપર….ધનવાન ગામ કે પ્રશ્નોનું ગામ..?
copy image

ભુજ તાલુકાના વિકસિત અને ધનવાન ગામ એવા માધાપરમાં દરરોજ કોઈક ને કોઈક નવા પ્રશ્નો ઉદ્દભવી રહ્યા છે ત્યારે સૂત્રો જણાવી રહ્યા છે પાલિકાના વાંકે માધાપરના નીચાણવાળા વિસ્તારમાં ગટર પહોંચતા લોકોને ભારે મુશ્કેલીઓ ઉઠાવી પડી રહી છે. અંતે માધાપર ગ્રામપંચાયતમાં રજૂઆત કરવા પહોંચેલ હતા. જાણવા મળી રહ્યું છે કે પાછલા ત્રણ દિવસથી માધાપરમાં મફતનગર જવાના માર્ગ પર ગટર ખોદી જેસીબી મૂકી દેવાયું છે જેના પરીણામે અકસ્માત પણ સર્જાઈ ચૂકયો છે. આ કામ અંગે પાલિકા દ્વારા ક્યાંય ડાયવરઝ્ન કે કામ ચાલુ છે તેવા સાઈન બોર્ડ પણ લગાડવામાં આવેલ નથી. જણાઈ રહ્યું છે કે ટ્રસ્ટ માર્બલ નજીકથી ખોદાણ સાથે શરુ કરવામાં આવેલ કામ ગાંધીસર્કલ સુધી પહોંચ્યું છે. આ મામલે અગાઉ પણ ટકોર કરવામાં આવેલ હતી કે, સિમેન્ટની લાઈનોમાં તૂટી જવાના પ્રશ્નો સર્જાતા રહે છે જેથી પ્લાસ્ટિકની લાઈન નાખવી જોઈએ. આ તમામ સમસ્યાઓનો કાયમી ઉકેલ આવશે કે કેમ અને ક્યારે એવા સવાલો લોકો ઉઠાવી રહ્યા છે.