ભચાઉના રામપર સીમમાંથી ૪૬ હજારનો વિદેશી દારૂ ઝડપી પાડતી એલસીબી

ગાંધીધામ : ભચાઉ તાલુકાના વિજપાસરથી રામપર જતા રસ્તે રામપર સીમમાંથી એલસીબીએ બાતમી આધારે ૪૬,ર૦૦ની કિંમતનો વિદેશી દારૂ ભરેલ અલ્ટો કાર સહિત ર,પ૪,ર૦૦ ના મુદામાલ સાથે એક ઈસમને ઝડપી લીધો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ રેન્જ આઈજીપી ડી.બી. વાઘેલા તથા પૂર્વ કચ્છ એસપી પરીક્ષીતા રાઠોડના માર્ગદર્શન પૂર્વ કચ્છ એલસીબીની ટીમ દારૂ જુગાર જેવી અસામાજીક બદીઓ નેસ્ત નાબુદ કરવા ભચાઉ તાલુકાના ગામડાઓમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ પૂર્વ બાતમી આધારે આધોઈ વિજપાસર રોડપર ગાયત્રી નગરથી વિજપાસર તરફ રામપર સીમમાં વોંચમાં હતા. દરમ્યાન બાતમી વાળી અલ્ટો કાર જીજે ૧ર ડીએ ૭૯૮૪ આવતા તેને રોકાવી કારની તલાસી લેતા કારમાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલો નંગ ૧૩ર કિંમત રૂ.૪૬,ર૦૦ નો જથ્થો મળી આવતા જપ્ત કરી હતી. કાર ચાલક દિપક વેલજી બઢીયા ઉ.વ. ૧૯એ જુની મોટી ચિરઈ તા.ભચાઉને પકડી પાડયો હતો. તેના પાસેથી ર લાખની કાર તથા ૮૦૦ની કિંમતનો મોબાઈલ ફોન મળી ર,પ૪,ર૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઈસમની પુછપરછમાં દારૂનો જથ્થો અંતરજાળના રવિરાજસિંહે મંગાવ્યો હતો. અને રામા વજાના ભાણેજે મોકલાવેલ હોવાની કેફીયત આપતા ત્રણેય સામે સામખિયાળી પોલીસ મથકે એલસીબીના સહાયક ફોજદાર હરપાલસિંહ જાડેજાએ ફોજદારી લખાવતા પીએસઆઈ વાય.જે. ઝાલાએ કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા સાજીદ કચરા ઈલીહાસખાન પઠાણ અને તેના પુત્રની હત્યાનાં ગુનામાં જેલ હવાલે હતો અને પોણા ત્રણ વર્ષ પૂર્વે પેરોલ મેળવ્યાબાદ પોણા ત્રણ વર્ષથી નાસતો ફરતો હતો તેમજ પકડાયેલો બુટલેગર સાજીદ કચરા સામે પ્ર.નગર અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના હત્યાના ગુના નોંધાય ચૂકયા છે. પોલીસે સાજીદ કચરા કયાં છૂપાયો હતો અને હથીયાર કોની પાસેતી લાવ્યો અને શુ કામ રાખતો હતો તે મુદે વધુ તપાસ માટે સાત દિવસના રીમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *