બેવડીહત્યાના ગુનામાં નાસતો ફરતો કુખ્યાત ઈસમ બે હથીયાર સાથે પકડાયો

પિતા-પુત્રની હત્યાના ગુનામાં પત્નીની સારવારના ખોટા સર્ટીફીકેટ રજૂ કરી પેરોલ બાદ ફરાર હતો. શહેરના રૈયા રસ્તા પર આવેલી આમ્રપાલી ટોકીઝ પાસે સુભાષનગરમાં ભાજપના અગ્રણી પિતા પુત્રની કરપીણ હત્યાના ગુનામાં પેરોલ બાદ પોણા ત્રણ વર્ષથી નાસતા ફરતો નામચીન સાજીદ કચરાની તેના ઘર પાસે બે હથીયાર સાથે ક્રાઈમ બ્રાંચના સ્ટાફે અટક કરી આકરી પૂછપરછ હાથ ધરી છે. પોલીસમાંથી વિગત પ્રમાણે  શહેરમાં ગંભીર પ્રકારના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા ઈસમને ઝડપીલેવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે આપેલી સૂચનાને પગલે ક્રાઈમ બ્રાંચના એસીપી જયદીપસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એચ.એમ. ગઢવી અને પીએસઆઈ ડી.પી. ઉનડકટ સહિતના સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. ત્યારે ભાજપના અગ્રણી ઈલીહાસખાન પઠાણ અને તેના પુત્રની હત્યાના ગુના પેરોલ દરમિયાન નાસતો ફરતો અને નહેરૂનગર શેરી નં.૨/૩માં રહેતો સાજીદ હુસેન ઈબ્રાહીમ કચરા નામનો ઈસમ પોતાના ઘર નજીક હોવાની કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલાને પ્રદીપસિંહ જાડેજાને મળેલ બાતમીનાં આધારે સ્ટાફે રેડ પાડી સાજીદ કચરાની અટક કરી તેના કબ્જામાંથી પિસ્ટલ, રિવોલ્વર, કાર્ટીસ અને મોબાઈલ મળી રૂ.૩૧,૭૦૦ના મુદામાલ સાથે અટક કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *