પૂર્વ PM મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન : દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસ
પૂર્વ PM મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે….
મનમોહન સિંહની તબીયત લથડતા દિલ્હી AIIMSમાં લઈ જવાયા જ્યાં તેઓએ અંતિમ શ્વાશ લીધા હતા…
પૂર્વ PM મનમોહન સિંહએ ભારતીય રિઝર્વ બેંકના ડિરેક્ટર (1976-80) અને ગવર્નર (1982-85) તરીકે સેવા આપી હતી.
મનમોહન સિંહ વર્ષ 2004માં પહેલીવાર વડાપ્રધાન બન્યા હતા. ત્યારબાદ વર્ષ 2009માં બીજીવાર વડાપ્રધાન પદે શપથ લીધા હતા.
1991માં ભારત ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું હતું, ત્યારે વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવે તેમને નાણાંમંત્રી તરીકે કેબિનેટમાં સામેલ કર્યા હતા.