ગાંધીધામ તાલુકામાં પાડાણા ગામના જવાહરનગર વિસ્તારમાં ફરી બોગસ ડોક્ટર આવ્યા સામે

ગાંધીધામ તાલુકાનાં પડાણા ગામના જવાહરનગર વિસ્તારમાં છેલા કેટલાક સમયથી બોગસ દવાખાનું ખૂલ્યું છે. જે દવાખાનામાં બોગસ ડોક્ટર દર્દીને તપાસી રહ્યા છે અને દવાગોળીઓ પણ આપી રહ્યા છે. આ અગાઉ પણ ગાંધીધામમાં અનેક બોગસ ડોક્ટરો પોતાના દવાખાના ખોલીને બેઠા હતા. આ બોગસ ડોક્ટર દવાલેવા આવતા દર્દીઓને ઇંજિકસન પણ આપી રહ્યા છે. દર્દીઓને બાટલાઓ પણ ચડાવી રહ્યા છે. તો જો આની હાર્ડઅસર દર્દીને થશે તો આની જવાબદારી કોની રહેશે તંત્રની કે પછી આવા બોગસ ડોક્ટરની જે દર્દીઓની સેહત સાથે ચેડા કરી રહ્યા છે શું લગતા વળગતા તંત્રને આ નથી દેખાતો કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરી રહ્યા છે. આવા બોગસ ડોક્ટરો દર્દીઓની જિંદગી સાથે ખુલેઆમ ચેડા કરી રહ્યા છે અને દવાના વેસ્ટ માલ દવાખાનાની બાજુમાં જ કચરાના ઢગલાની જેમ નાખી દે છે તો આવા બોગસ ડોક્ટરો સામે તંત્ર કડક હાથે કાર્યવાહી કરે તો લોકોના સેહત સાથે ચેડા ન થાય તેવી લોકોની માંગણી છે. તો ગાંધીધામમાં ફરી ચાલુ થઈ જવા બોગસ દવાખાના આ બાબતે મેડિકલ ઓફિસરે પણ ચોક્કસ પણે આવા બોગસ ડોક્ટરો ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ.                  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *