અમદાવાદ-સાબરમતી વિસ્તારમાંથી મુંબઇનું નેટવર્ક પકડાયું, IPL પર સટ્ટો રમાડતા 2ની અટકાયત

અમદાવાદમાં IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા બે શખ્સોની અટકાયત કરી છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાંથી મુંબઇનું નેટવર્ક પકડાયું  છે. સાબરમતી વિસ્તારમાં બેસી મુંબઇના બુકીઓ સટ્ટો રમાડતા હતાં. ક્રાઇમબ્રાન્ચે મુંબઇના જીત જૈન અને કુનીક જૈનને પકડી પાડ્યા છે. મેચ રમવા સુરતના મૌલિક પટેલે ID આપ્યાનું ખુલ્યું છે. જેમાં 8 મોબાઈલ, લેપટોપ અને LCD સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. તો આ તરફ રાજકોટમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં યાજ્ઞિક રસ્તા પર આવેલ રાજકમલ એપાર્ટમેન્ટમાં દરોડા પાડતા ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં મોટા બુકીઓ સહિત અનેક લોકોની સંડોવણી સામે આવી છે. મહત્વનું છે કે, સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ ચાલતું સટ્ટા બજાર પકડાતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે 7 જેટલા લોકોની પૂછપરછની તપાસ હાથ ધરવામાં આવી. જેમાં સચિન ઠક્કર સહિત 50 જેટલા બુકીઓના નામ સામે આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *