ગોણિયાસરની પવનચક્કીમાંથી 73 હજારની મત્તા પર હાથ સાફ કરી ચોર ઈશમો થયા ફરાર

fir

copy image

copy image

માંડવી ખાતે આવેલ ગોણિયાસર-કોજાચોરા સીમ વિસ્તારમાં આવેલ પવનચક્કીમાંથી 73 હજારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ મામલે ખાનગી સિક્યુરિટી કંપનીના સુપરવાઇઝર દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જે અનુસાર રિન્યૂ પાવર લિ. કંપનીની ગોણિયાસર-કોજાચોરા સીમમાં પવનચક્કીમાંથી 18 હજાર અને 36 હજારની પ્લેટો અને ફરાદીની સીમમાંની પવનચક્કીમાંથી 18 હજારની પ્લેટો અને કેબલ એમ કુલે રૂા. 73 હજારની મત્તા પર હાથ સાફ કરી અમુક ચોર ઈશમો ફરાર થઈ ગયા હતા ઉપરાંત અહી પાંચ હજારની નુકસાન પણ પહોચાડાયું હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.