થર્ટી ફર્સ્ટ પહેલા જ પાર્ટી કરી ઉજવણી કરતાં છ ઈશમો પોલીસના સકંજામાં
copy image

સૂત્રો જણાવી રહ્યા છે કે, થર્ટી ફર્સ્ટ પહેલા જ પાર્ટી કરી ઉજવણી કરતાં અમુક શખ્સોને પોલીસે કિડાણા નજીકથી દબોચી લીધા છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત 30ના રાત્રી દરમ્યાન પોલીસની ટીમ કિડાણા બાજુ પેટ્રોલિંગમાં હતી,તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, એસ. પોદાર શાળા પાછળ આવેલા વાડામાં અમુક ઈશમો પાર્ટી કરી રહયા છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર દરોડો પાડી આ સ્થળ પર મહેફિલ કરતાં નરાધમોને પકડી પાડેલ છે. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પોલીસે તમામ મુદામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યાવાહી આરંભી છે.