જામનગરના યુવાન સાથે લગ્ન કરી 1.10 લાખ પડાવી દુલ્હન ફરાર : પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
copy image

જામનગરના યુવાન સાથે લગ્ન કરી 1.10 લાખ પડાવી દુલ્હન ભાગી જતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ જામનગરના ચાવડા ગામમાં રહી મજૂરી કામ કરનાર ફરિયાદી મૂળજી પાલા પરમાર અપરિણીત હતો. જાણવા મળી રહ્યું છે કે ફરિયાદીના સંબંધીએ ભચાઉના એક શખ્સનાં નંબર આપેલ હતા અને કોર્ટ મેરેજ કરાવી આપવા અંગે જણાવ્યુ હતું. બાદમાં ફરિયાદીને આરોપીએ ફોટા મોકલાવ્યા હતા,બાદમાં ફરિયાદી અને જ્યોતિ નામની યુવતીએ લગ્ન કરવાનું નક્કી કરતાં ફરિયાદિએ આરોપી ઈશમોને રૂા. 1.10 લાખ આપી દીધા હતા.બાદમાં કરાવી આ દંપતી ઘરે ગયું હતું જ્યાં આ યુવતી ત્રણ દિવસ રહ્યા બાદ નાસી ગઇ હતી.બાદમાં ફરિયાદીએ આરોપી ઈશમોને યુવતીને શોધી લાવવા અથવા પૈસા પરત આપવાની વાત કરતાં બંને માંથી કોઈ પરત ન મળતા આ યુવાને પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ હતી. પોલીસે આ મામલે તમામ આરોપી ઈશમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.