ખાવડા તથા ભચાઉ પો.સ્ટે. ના ચોરીના ગુનામા નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, પશ્ચિમ-કચ્છ ભુજ

બોર્ડર રેંન્જ આઇ.જી.પી.શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુડા સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પેરોલ, ફર્લો, વચગાળા જામીન ફરારી,જેલ ફરારી તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે સુચના આપેલ હોય જે અન્વયે પેરોલ ફર્લો સ્કોડના અધિકારી તથા કર્મચારીઓ પ્રયત્નશીલ હતા તે દરમ્યાન સાથેના પો.હેડ કોન્સ.ધર્મેન્દ્ર રાવલને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે,

ખાવડા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૩૬૨/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) તથા ભચાઉ પો.સ્ટે ગુ.ર.નં ૨૨૬/૨૦૨૪ આઇ.પી.સી.કલમ.૩૭૯ વિ.ના મુજબના ગુના કામે ધરપકડથી બચવા નાસતો ફરતો આરોપી અનવર ભીલાલ સમા, ઉ.વ. ૧૯, ધંધો. મજુરી, રહે. નાના દીનારા (ખાવડા) તા. ભુજ વાળો હાલમા ખાવડા એચ પી પેટ્રોલપંપ પાસે હાજર હોવાની સચોટ બાતમી હકીકત આધારે સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ જઇ મજકુરને હસ્તગત કરી, બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)(જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે ખાવડા પો.સ્ટે. સોંપવામા આવેલ છે.

ઉપરોકત કામગીરીમાં પેરોલ ફર્લો સ્કોડ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઈન્સ્પેકટર ડી.બી.વાઘેલા સાહેબના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ.હરિલાલ બારોટ તથા પો.હેડ.કર્કોન્સ. ધર્મેન્દ્ર રાવલ તથા કનકસિંહ ગોહિલ તથા વિમલભાઈ ગોડેશ્વર તથા ખાવડા પો. સ્ટેના પો.હેડ.કોન્સ પ્રકાશભાઇ ચૌધરી નાઓ જોડાયેલ હતા.