શંખેશ્વરમાં પુરપાટ આવતી ટ્રકે એક મહિલાને હડફેટમાં લેતા મહિલાનું મોત
copy image

પાટણ ખાતે આવેલ શંખેશ્વરમાં પુરપાટ આવતી ટ્રકે એક મહિલાને હડફેટમાં લેતા તેનું મોત નીપજયું છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ શંખેશ્વરમાં વિરમગામ તરફથી પૂરપાટ આવતી ટ્રકે એક મહિલાને હડફેટે લેતા તે મહિલા ગંભીર રીતે ઘાયલ બની હતી. સર્જાયેલ અકસ્માતમાં ગંભીર ઇજાઓના પગલે આ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતી જ્યાં લગભગ 6 દિવસની સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.