અખરોટની આડમાં લવાતો પોણા ત્રીસ કરોડનો સોપારીનો જથ્થો ઝડપાયો

orig_sopari-abnhbabnhji_1667521031

copy image

copy image

સૂત્રો જણાવી રહયા છે મુંદ્રા કસ્ટમની એસઆઇઆઇબી શાખાએ બે કન્ટેનરમાંથી મિસડિક્લેરેશન દ્વારા મોકલાવેલો અંદાજિત પોણા ત્રીસ કરોડની કિંમતનો 50 ટન એરકા નટ્સ એટલે કે તૂટેલી અને આખી સોપારીનો જથ્થો ઝડપી પાડેલ છે. જાણવા મળી રહ્યું છે કે બિલ ઓફ એન્ટ્રીમાં અખરોટ દર્શાવાયેલો અને સોપારીનો આ જથ્થો ઘૂસાડીને અંદાજિત રૂા. ત્રણ કરોડની ડયૂટી ચોરી કરવાનો ષડયંત્ર ઘડાયો હતો. આ અંગે વધુમાં મળતી વિગતો મુજબ યુએઇના જબેલ અલી પોર્ટ પર આ જથ્થો લોડ કરાયો હતો. અને મુંદ્રા પોર્ટ થઈને કાસેઝ માં જવાનો હતો. ત્યારે અખરોટની આડમાં સોપારીની દાણચોરી વધી હોવાનું સમી આવી રહ્યું છે. સોપારી પરની 100 ટકાથી વધુની ડયૂટીની ચોરી કરવાનું તરકટ સક્રિય બની ચૂક્યું હોવાનું સામે આવી રહ્યું છે.