વર્ષ 2024 દરમ્યાન આખા ગુજરાતમાંથી કુલ 22 કરોડનો દારૂ ઝડપાયો : 52 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કરાયો કબ્જે
copy image

વર્તુળોમાથી જાણકારી મળી રહી છે કે, ગત વર્ષ 2024 દરમ્યાન આખા ગુજરાતમાંથી કુલ 22 કરોડનો દારૂ ઝડપાયો હોવાનો આંકડો સામે આવ્યો છે. ત્યારે જાણવા મળી રહ્યું છે કે સૌથી વધુ વડોદરા શહેરમાંથી રાજ્યનો સૌથી વધુ 1.47 કરોડ રૂપિયાનો દારૂ કબ્જે કરાયો છે. ત્યારે અમદાવાદ શહેરમાં 61 લાખ અને અમદાવાદ ગ્રામ્યમાં 90 લાખનો વિદેશી દારૂ કબ્જે કારવામાં આવેલ હતો. ત્યારે વધુમાં જણાઈ રહ્યું છે કે, સુરત રેંજમાં સૌથી વધારે 3.92 કરોડ રૂપિયાનો દારૂ કબ્જે થયો છે. ગત વર્ષ દરમિયાન 22.52 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ સમગ્ર રાજ્યમાંથી જપ્ત કરાયો છે. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે સમગ્ર રાજ્યમાં વિવિધ પોલીસ સ્ટેશનની હદમાં વર્ષ 2024 દરમિયાન SMCએ 455 કેસ પૈકી 347 જેટલા ક્વોલીટી કેસ નોંધીને 22.52 કરોડ રૂપિયાની કિંમતના વિદેશી દારૂ સહિત કુલ 52 કરોડ રૂપિયાનો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો છે.