સુરતમાં નાસ્તાના પૈસા આપવા મુદ્દે ચપ્પુના ઘા ઝીંકી દેવાયા
copy image

સુરતમાં નાસ્તાના પૈસા ન આપવાના મુદ્દે થયેલી ઝપાઝપીમાં હત્યા કરી દેવાઈ હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ડિંડોલી વિસ્તારમાં લક્કી નામના યુવાનની હત્યા કરાઈ હતી. વધુમાં જાણવા મળી રહ્યું છે કે હત્યા કરી હત્યારો નાસી છૂટ્યો હતો. આ કેસ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ નાસ્તાની લારી પર એક ભાઈ પૈસા લેવા આવ્યા હતાં. ત્યારે અન્ય વ્યક્તિ નાસ્તાના પૈસા આપ્યા વગર જતો હતો. આ મામલે ઝગડો થતાં ચપ્પુના ઘા ઝીંકી દેવામાં આવ્યાં હતાં. આ અંગે જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે ધસી આવી હતી. પોલીસે આ મામલે આગળની વધુ તપાસ આરંભી છે.