1.47 કરોડના માદક પદાર્થના ચકચારી પ્રકરણમાં નાસી છૂટેલ આરોપી ઈશમ રાજસ્થાનના બાલોતરાથી દબોચાયો

Bike-Chor-arrested-by-Mulund-Police-station-20-Motorbikes-recoverd-Gallinews

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે 1.47 કરોડના માદક પદાર્થના ચકચારી પ્રકરણમાં નાસી છૂટેલ આરોપી ઈશમને પોલીસે રાજસ્થાનના બાલોતરાથી દબોચી લીધો છે. આ અંગે વર્તુળોમાંથી વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ 1.47 કરોડના માદક પદાર્થ સાથે પકડાયેલ અને લાકડિયા પોલીસને પંજાબથી થાપ આપીને નાસી છૂટેલા આરોપી ઈશમો પૈકી એકને પોલીસે દબોચી લીધો છે. પોલીસની ટીમ આ કેસમાં નાસી છૂટેલ આરોપી શખ્સને ઝડપી પાડવા તપાસમાં હતી તે દરમ્યાન મળેલી પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જાણવા મળી રહ્યું છે કે, હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પોલીસની ટીમ રાજસ્થાન પહોંચી હતી અને આરોપીને દીપ હોટેલ સામેના માર્ગ પરથી દબોચી લીધો હતો. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે પકડાયેલ ઈશમને આગળની વધુ કાયદેસરની કાર્યવાહી કરવા માટે લાકડિયા પોલીસને સોંપવામાં આવેલ છે.