“ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના ચોખા તથા ઘઉંના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ અધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે અનુસંધાને એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન. ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ટી.બી.રબારી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને અધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી. જે સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઈ. દેવજીભાઇ મહેશ્વરી, વાલાભાઇ ગોયલ, પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઇ ગઢવી તથા સુરજભાઇ વેગડાનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઈ. વાલાભાઇ ગોયલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઇ ગઢવીનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે, એક મહીન્દ્રા કંપનીની બોલેરો ગાડી જેના રજીસ્ટ્રેશન નંબર જીજે.૧૨.એ.વાય.૫૮૫૯ વાળીમાં બીલ કે આધાર પુરાવા વગરના ચોખા તથા ઘઉંનો જથ્થો ભરી વાંઢ ગામથી દરશડી તરફ વેચાણ સારૂ એક ઇસમ આવી રહેલ છે. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા સાજીદઅલી સુલેમાન ચાકી ઉ.વ. ૨૬ દર્ગાપુર તા.માંડવી વાળાના કબ્જાની મહીન્દ્રા કંપનીનું પીક અપ વાહનમાં ચોખા તથા ઘઉંના બાચકા ભરેલ હોય જે ચોખાના બાચકા બાબતે કોઇ બીલ કે આધાર પુરાવા માંગતા મજકુરે કોઇ આધાર પુરાવા રજુ કરેલ નહી. જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને બી.એન.એસ.એસ. કલમ-૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ ગઢશીશા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ.

:• કબ્જે કરેલ મુદ્દામાલ

  • ચોખા ૧૫૦૦ કીલોગ્રામ કી. રૂા. ૩૦,000/-

ઘઉં ૯૧૫ કીલોગ્રામ કી. રૂા. ૧૮,૩૦૦/-

મહીન્દ્રા કંપનીની બોલેરો ગાડી રજી.નં. જીજે.૧૨.એ.વાય.૫૮૫૯ કી.રૂા. ૧,૫૦,૦00/-

  • મોબાઇલ ફોન નંગ – ૧ કી. રૂા.૫,૦૦૦/-
  • પકડાયેલ ઇસમ
  • સાજીદઅલી સુલેમાન ચાકી ઉ.વ. ૨૬ દર્ગાપુર તા.માંડવી