“નાઇલોન દોરી / ચાઇનીઝ દોરી વેચી જાહેરનામાનો ભંગ કરનાર ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા વિકાસ સુંડા સાહેબ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં મકરસંક્રાંતિના તહેવાર સબબ ચાઇનીઝ દોરી તથા ચાઇનીઝ તુક્કલ તથા ચાઇનીઝ લેન્ટ વેચતા ઇસમો વિરૂધ્ધ જાહેરનામાં ભંગ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના આપેલ હોય.
જે સુચના અનુશંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ટી.બી.રબારી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા, નવીનકુમાર જોષી તથા રાજેન્દ્રસિંહ રાઠોડનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા તથા રાજેન્દ્રસિંહ રાઠોડનાઓને હકીકત મળેલ કે, માધાપરમાં રીલેક્ષ હોટલ ની નીચે આવેલ જલારામ મોબાઇલ ની દુકાનનો માલીક શીવમ રૂપારેલ જે પોતાની મોબાઇલ ની દુકાનમા ચાઇનીઝ દોરાનો વેચાણ કરે છે. અને હાલે તે પોતાની દુકાને હાજર છે. જેની પાસે પ્રતિબંધિત નાઇલોન દોરી/ચાઇનીઝ માંઝા જેવી રીલ છે. અને તેનું વેંચાણ કરે છે. જે હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ મળી આવેલ અને તેના કબ્જાની દુકાનમાં ચેક કરતા ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત નાઇલોન દોરી/ચાઇનીઝ દોરીની નાની-મોટી ફીરકી રીલ નંગ- ૪૫ જેની કિ.રૂ.૪૫૦૦/- ના મુદ્દામાલ સાથે વેચાણ કરવાના હેતુથી પોતાના કબ્જાની દુકાનમાં રાખી હાજર મળી આવેલ અને માનનીય જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ ભુજ કચ્છના જાહેરનામા નં.મેજી/પોલ- ૧/ઉતરાયણ/જાહેરનામુ/૧૨/૨૦૨૪ તા.૦૩/૦૧/૨૦૨૫ થી ૧૬/૦૧/૨૦૨૫ સુધી અમલમાં હોય જેનો ભંગ કરેલ હોય, જેથી ઉપરોક્ત ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી માધાપર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.