કેકે પટેલ હોસ્પિટલને કેરાના દાતા દ્વારા ગરીબોની મદદ માટે ૧૧ લાખ અપાયા (નૈરોબી સ્થિત પરિવારે સેવાથી સંતોષ વ્યક્ત કર્યો )

ભુજ તા.
કચ્છને સુપર સ્પેશિયલ સેવામાં આત્મનિર્ભર બનાવનાર કચ્છી લેવા પટેલ સમાજ સંચાલિત કે કે પટેલ સુપર સ્પેશિયલ હોસ્પિટલને કેરા ગામના નૈરોબી સ્થિત દાતા દ્વારા 11 લાખ રૂપિયાની સેવા અર્પણ કરાઈ હતી.

રવજી રાધેશ્યામ ટ્રાન્સપોર્ટ વાળા લાલજીભાઈ કરશન કેરાઈ ધ.પ.તેજબાઈ પૂત્ર રવજીભાઈ પુત્રવધૂ શાંતાબેન , પૌત્ર ધીરેન પુત્રવધૂ અંજલિ સમગ્ર પરિવારે સમાજની આરોગ્ય સેવાની મુલાકાત બાદ ગરીબોની મદદ અને સુવિધાઓથી પ્રભાવિત થઈ રૂપિયા 11 લાખ રૂપિયા દાન આપ્યા હતા. દાતા વતી અગ્રણી નવિનભાઇ પાંચાણી, ભુજ સમાજના ટ્રસ્ટી રવજીભાઈ કેરાઈ, શૈલેષ ભુવા ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટ વતી અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયા , શ્રેયાન ટ્રસ્ટી કેસરાભાઈ પિંડોરિયા, વસંત પટેલે હોસ્પિટલની સેવાઓની વિગત આપી હતી. ટ્રસ્ટે પાંચ લાખનું દાન આપનાર દાતાને ડોનર કાર્ડ આપવાની નીતિ બનાવી છે જેના કારણે દાતાઓ માટે સુવિધાઓમાં અગ્રતા અપાઈ રહી છે અધ્યક્ષશ્રી ગોરસિયાએ પાંચ લાખ દાન આપનાર દાતાઓ માટે માહિતી આપી હતી કે સમાજના મુખ્ય કાર્યાલય માંથી દાતા કાર્ડ મેળવી લેવાના રહેશે જે પાંચ લાખ સુધીના દાતાઓને પરિવારના સભ્યોને પણ અપાશે. ગરીબો માટે સમાજની સેવા ભાવનાને બિરદાવતાં બિનનિવાસી સમુદાયે ગૌરવ વ્યક્ત કર્યું હતું.