જૂનાગઢમાં ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કરી દેતા 75 વર્ષીય વૃદ્ધનું મોત

copy image

copy image

copy image
copy image

જૂનાગઢ ખાતે આવેલ ભેંસાણના વિશળ હડમતીયા ગામમાં 75 વર્ષીય વૃદ્ધ પર ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કરી દેતા મોત નીપજયું છે. આ બનાવ અંગે સૂત્રોમાથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ વૃદ્ધ ખેતરમાં કામ કરી રહ્યા હતા તે સમયે અચાનક મધમાખીના ઝુંડે હુમલો કરી દીધો હતો. વધુમાં જાણવા મળી રહ્યું છે કે બે દિવસ પહેલા 108ની ટીમ દ્વારા પીપીઈ કીટ પહેરી વૃદ્ધને મધમાખીઓથી બચાવવાનો પ્રયાસ કરવામાં આવેલ હતો ત્યાર બાદ તેમને વધુ સારવાર અર્થે જુનાગઢ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતા જ્યા બે દિવસની સારવાર બાદ તેમનું મોત નીપજયું છે.