સુખપર નજીક પૂરપાટ આવતી જીપના ચાલકે બાઈકને હડફેટે યુવાનનું મોત

copy image

copy image

રાપર ખાતે આવેલ સુખપર નજીક પૂરપાટ આવતી જીપ અડફેટે યુવાનનું મોત નીપજયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ હતભાગી યુવાન પોતાના ભાઈ સાથે ગત તા.28/12 ના સાંજના સમયે બાઇક લઇને સુખપર ગામે દુધ લેવા જઈ રહ્યો હતો. તે દરમ્યાન સુખપર નજીક ગોલાઇ પાસે પૂરઝડપે આવી રહેલા જીપના ચાલકે બાઇક અડફેટે લેતાં બન્ને ભાઇ નીચે પટકાયા હતા. સર્જાયેલ અકસ્માતમાં ઘાયલ થયેલ બંને યુવાનોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. જ્યાં સારવાર દરમ્યાન ખોડાભાઇ નામના યુવાનનું ગંભીર ઇજાઓના પગલે મોત નીપજયું હતું. આ મામલે જીપના ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.