પ્રોહી લીસ્ટેડ બુટલેગરની ફોર વ્હિલ ગાડીમાં રાખેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી માંડવી પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભારતીય બનાવટનો વિદેશી દારૂના વેચાણની પ્રવૃતીને નેસ્તનાબુત કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને આર.ડી.જાડેજા સાહેબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભુજ વિભાગ ભુજ નાઓએ ભુજ વિભાગ ભુજમાં પ્રોહીબીશનની સ્પેશીયલ ડ્રાઇવ રાખેલ હોય.
જે પ્રોહિબીશનની સ્પેશીયલ ડ્રાઇવ અનુસંધાને માંડવી પોલીસ સ્ટેશનના પો.ઈન્સ.શ્રી સી.વાય.બારોટનાઓ પોલીસ સ્ટાફના કર્મચારીઓ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.ઈન્સ.શ્રી સી.વાય.બારોટનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, માંડવી પોલીસ સ્ટેશનનો પ્રોહિ લિસ્ટેડ બુટલેગર મહેન્દ્ર રામ ગઢવી જેમનુ નવુ મકાન અયોધ્યાનગરમાં બની રહેલ છે ત્યા આ મહેન્દ્ર રામ ગઢવી એક સફેદ કલરની વેન્યુ રજી નં.GJ-12-FB-2584 વાળી ફોરવ્હીલર ગાડી સાથે ઉભેલ છે અને તેની ગાડીમાં ઇંગ્લીશ દારૂ ભરેલ છે અને સગેવગે કરવાની પેરવીમાં છે અને તે બાતમી વાળી જગ્યાએ હાજર છે જે બાતમી હકીકતથી ભારતીય બનાવટનો ઇંગ્લીંશ દારૂની પેટી નંગ-૨૪ અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ મુદામાલની વિગત
Mc Dowell’S Not ની બોટલ નંગ-૮૪ કી.રૂા.૪૭,૧૨૪/-
ALL SEASONS ની બોટલ નંગ-૭૨ કિ.રૂ.૫૩,૨૦૮/-
ROYAL CHALLENGE ની બોટલ નંગ-૮૪ કિ. ૫૭,૬૨૪/-
ROYAL STAG ક્વાટરીયા નંગ-૧૯૨ કિ.રૂ. ૩૨,૬૪૦/-
સફેદ કલરની વેન્યુ ગાડી રજી નં.GJ-12-FB-2584 જેની કિ.રૂ.૭.૫૦,૦૦૦/-
વીવો કંપનીનો મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦ –
ફોર વ્હીલ ગાડીની ચાવી નંગ-૦૧ કિ.રૂ. ૦0/00
આર.સી.બુકની નકલ નંગ-૦૧ કિ.રૂ. ૦૦/૦0
કુલ્લે મદામાલ કી.રૂા. ૯.૫૦.૫૯૬/-
પકડાયેલ આરોપી
મહેન્દ્ર રામ ગઢવી ઉ.વ. ૨૩ રહે મુળ ગામ પાંચોટીયા તા.માંડવી હાલે રહે. જી.ટી.હાઇસ્કુલની બાજુમાં, માંડવી
આરોપીની ગુનાહિત હતીકાર
(૧) માંડવી પોલીસ સ્ટેશન ગુ.ર.ન.૯૧૫/૨૦૨૧ પ્રોહી કલમ ૬૫(એ)(ઇ),૮૧
(૨) માંડવી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૨૯/૨૦રર ગુજરાત પ્રોહી એકટ કલમ-૬૫(એ)(ઇ),૮૧
(૩) માંડવી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૦૬/૨૦૨૩ ગુજરાત પ્રોહી એકટ કલમ-૬૫(એ)(એ), ૮૧, ૯૮(૨)
(૪) માંડવી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૦૭/૨૦૨૩ ગુજરાત પ્રોહી એકટ કલમ-૬૫(એ)(ઇ),૮૧, ૯૮(૨)
(૫) માંડવી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૩૭૬/૨૦૨૩ ગુજરાત પ્રોહી એકટ કલમ-૬૫(એ)(એ), ૮૧,૯૮(૨)
(૬) માંડવી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૮૬/૨૦૨૪ ગુજરાત પ્રોહી એકટ કલમ-૬૫(એ)(એ)
(૭) માંડવી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૪૩૮/૨૦૨૪ ગુજરાત પ્રોહી એકટ કલમ-૬૫(એ)(એ)
(૮) માંડવી પોલીસ સ્ટેશન ગુ.૨.નં. ૪૬૧/૨૦૨૪ ગુજરાત પ્રોહી એકટ કલમ-૬૫(એ)(એ)
ઉપરોક્ત કામગીરીમાં સી.વાય.બારોટ, પોલીસ ઇન્સ્પેકટર, તથા પો.હેડ.કોન્સ. દિલીપસિંહ જાડેજા, વસરામભાઇ પટેલ, ધર્મેન્દ્રસિંહ સોઢા પો.કોન્સ. રામભાઇ ખીમરાજભાઇ નાંધાણ તથા કિરણભાઇ વિરમભાઇ ચૌધરી અશ્વિનભાઇ નાટડા, દિનેશભાઇ ચૌધરી, રામસિંહ હાજાભાઇ તથા મનુજી જગુજી એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ.