ગે૨કાયદેસ૨ વિદેશી સિંગલ શોર્ટ ગન (અગ્નિશસ્ત્ર) સાથે એક ઇસમને પકડી પાડતી ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ-ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગ૨ બાગમા૨ સાહેબનાઓ ત૨ફથી જીલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિને અટકાવવા અને અંકુશમાં લાવવા સારૂ જરૂરી સુચનાઓ આપેલ હોય અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ- અંજાર નાઓ ત૨ફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા નાઓ દ્વારા આ બાબતે અસરકારક કામગીરી ક૨વા જણાવેલ હોય જે અન્વયે સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તા૨માં પેટ્રોલીંગમાં હતા દ૨મ્યાન મળેલ બાતમી હકીકત આધારે ગુજરાત હાઉસિંગ બોર્ડ ના સામેની તરફ આવેલ ચિરઈ સોલ્ટ મીઠાના ઢગલાની સામેના ભાગે રોડ પાસે ઉભેલ ઇસ્મ પાસેથી તેણે પહેરેલ ગ૨મ જેકેટ ના ખિસ્સામાંથી ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં રાખેલ વિદેશી સિંગલ શોર્ટ ગન (અગ્નિશસ્ત્ર) સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ આર્મ્સ એક્ટની કલમ-૨૫(૧-બી) (એ) તથા મે.જીલ્લા કલેકટરશ્રી ના હથીયાર બંધી જાહેરનામા ભંગ ક૨વા બદલ જી.પી.એકટ કલમ- ૧૩૫ હેઠળ પણ કાર્યવાહી કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

:: પકડાયેલ આરોપી ::

અજય બિરેન્દ્ર તિવારી ઉ.વ.૪૧ હાલ રહે- ગુજરાત હાઉસિંગ બોર્ડ મ.નં.૧૦૩ ગાંધીધામ મુળ ૨હે- માધવાપુર તા-તરવારા જી- શિવાન રાજ્ય-બિહાર

:: મુદામાલ ::

(૧) વિદેશી સિંગલ શોર્ટ ગન (અગ્નિશસ્ત્ર) – ૧ કિ.રૂ. 30,000/-

(૨) મોબાઈલ નંગ-૧ કિ.રૂ. ૫,000/-

(૩) ઓળખ કાર્ડ -૧ કિ.રૂ. 00/-