મુન્દ્રામાંથી 32.47 લાખના માદક પદાર્થ કોકેઈન સાથે એક શખ્સ ઝડપાયો

copy image

copy image

મુન્દ્રામાંથી રૂા. 32.47 લાખના માદક પદાર્થ કોકેઈન સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ મુંદ્રા પોલીસે મુંદ્રાના શ્રીજીનગરમાંથી મૂળ પંજાબના શખ્સને રૂા. 32.47 લાખના માદક પદાર્થ કોકેઈન સાથે દબોચી લીધો હોવાની વિગતો સામે આવી રહી છે.  દેવાંગ ટાઉનશિપ શ્રીજીનગરમાં રહેતો અને મૂળ પંજાબના તરણતારન તાલુકાના મનોચહલ ગામના શખ્સને 32.47 ગ્રામ માદક પદાર્થ કોકેઈન સાથે ઝડપી પાડવામાં આવેલ છે. જાણવા મળી રહ્યું છે કે આ કોકેઈનની કિ. રૂા. 32.47 લાખ આંકવામાં આવેલ છે. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી પૂછપરચનો દોર આગળ વધાર્યો છે.