ફુગ્ગા લેવા ગયેલ પાંચ વર્ષના માસૂમ બાળકનું પતંગની દોરીથી ગળું કપાતા મોત નીપજ્યું

shishu dead body

copy image

copy image

ગત દિવસે 14 જાન્યુયારીના રોજ ગુજરાતભરમાં લોકો તહેવારની મોજ માણી હતી ત્યારે આ પર્વમાં જુદા જુદા વિસ્તારોમાં દોરી વાગવાના બનાવોમાં કેટલાક લોકો ઘાયલ બન્યા છે તો કેટલાક પરિવારે પોતાના સદસ્યને ગુમાવ્યા છે. ત્યારે સૂત્રો જણાવી રહ્યા છે ગળુ કપાવાની ઘટનામાં પાંચ વર્ષના બાળક મહિલા સહિત 6ના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. 

પંચમહાલના હાલોલના પાનોરમા ચોકડી નજીક પાંચ વર્ષના બાળકનું પતંગની દોરીથી ગળું કપાતા મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ કુણાલ નામનો 5 વર્ષીય બાળક પોતાના પિતા સાથે બાઇક પર ફુગ્ગા લેવા ગયેલ હતો. તે સમયે અચાનક એક પતંગની દોરી આડી આવતાં બાળકને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.ગંભીર ઇજાઓના પગલે આ બાળકને તુરંત સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં સારવાર દરમિયાન જ તેનું મોત નીપજયું હતું. પોલીસે આ અંગે વધુમાં આગળની વધુ તપાસ આદરી છે.