નિરોણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલ વાયર ચોરી તથા વાયર ચોરીના પ્રયાસના એમ બે(૨) ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા

માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે અનુસંધાને શ્રી વિકાસ સુંડા સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજની ટીમને જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના કર્મચારીઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, નીરોણા પોલીસ સ્ટેશન ના એ-પાર્ટ ગુ.ર.નં. ૦૮૮/૨૦૨૪ બી.એન.એન.એસ ની કલમ ૩૦૩(૨) મુજબ ગુન્હા કામે તથા ગુ.ર.નં.૯૬/૨૪ બી.એન.એન.એસ ની કલમ-૬૨,૩૨૪(૫) મુજબના ગુન્હા કામે નાસતો-ફરતો આરોપી સાજીદ મોખા રહે.નાના-વરનોરા તા.ભુજ વાળો હાલે અમનનગર ચાર રસ્તા આવેલ હેર સ્લુની દુકાન પાસે હાજર છે. જે સચોટ બાતમી હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ મળી આવેલ જેની પુછ પરછ કરતા નિરોણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ કેબલ ચોરીના ગુના કામે તેમજ વાયર ચોરીના પ્રયાસના ગુનામાં ધરપકડથી નાસતો ફરતો હોવાની હકીકત જણાવેલ જેથી મજકુર ઇસમની અટકાયત કરી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.

  • પકડાયેલ આરોપી
  • સાજીદ ઉર્ફે મોટો લતીફ મોખા ઉ.વ.૨૨ રહે. આંગણીવાડીની બાજુમાં,નાના-વરનોરા તા.ભુજ
  • નીચેના ગુનામાં નાસતો ફરતો હતો
  • નીરોણા પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં. ૦૮૮/૨૦૨૪ બી.એન.એન.એસ ની કલમ ૩૦૩(૨) મુજબ
  • નીરોણા પોલીસ સ્ટેશન એ-પાર્ટ તથા ગુ.ર.નં.૯૬/૨૪ બી.એન.એન.એસ ની કલમ-૬૨,૩૨૪(૫) મુજબ

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-