અમદાવાદમા વધુ એક HMPVનો કેસ નોંધાયો : ચાર વર્ષીય બાળકનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ

HMPV

copy image

HMPV
copy image

ગુજરાત રાજ્યમાં HMPVને લઈને સતત ચિંતાનો માહોલ વધી રહ્યો છે. ત્યારે આ મામલે વર્તુળોમાથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ચાર વર્ષીય બાળકનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ગત તા. 13 જાન્યુઆરીના રોજ તેને તાવ, શરદી, ઉલટી અને કફની તકલીફ જણાતા આ બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતો જ્યાં રિપોર્ટ કરવતા HMPVનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી મળી આવેલ નથી. ત્યારે વધુમાં માહિતી મળી રહી છે કે છેલ્લા 1 માસમાં પાંચ જેટલા HMPVના કેસ અમદાવાદમાં નોંધાઈ ચૂક્યા છે.