કચ્છમાં કાતિલ ઠંડી યથાવત : આગામી દિવસોમાં પણ ઠંડીનું પ્રમાણ યથાવત રહેવાની સંભાવના

copy image

copy image

કચ્છમાં કાતિલ ઠંડી યથાવત છે. ત્યારે રણ અને સમુદ્રથી ઘેરાયેલા આ સરહદી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પવનની તીવ્ર ગતિ જોવા મળી રહી છે જેના પરીણામે ઠંડીએ ખૂબ જમાવટ કરી છે. દિવસ દરમિયાન પણ ઠંડી ખૂબ અનુભવાઈ રહી છે. ત્યારે લોકો તાપણું સળગાવી રાહત મેળવી રહ્યા છે. ઠંડીના કારણે સવારના સમયે બાળકોને શાળાએ મૂકવા જવું ખૂબ મુશ્કેલભર્યું બની ગયું છે. ત્યારે વધુમાં માહિતી મળી રહી છે કે કાતિલ ઠંડીના કારણે સ્કૂલ કોલેજોમાં પણ વિધ્યાર્થિઓની સંખ્યામાં આની અસર જોવા મળી રહી છે. ત્યારે આગામી દિવસોમાં પણ ઠંડીનું પ્રમાણ યથાવત રહેવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા જારી કરાઈ છે. 

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-