રાપર ખાતે આવેલ માણાબા ગામના સીમ વિસ્તારમાંથી દેશી બંદૂક સાથે એકની ધરપકડ
copy image

રાપર ખાતે આવેલ માણાબા ગામના સીમ વિસ્તારમાંથી દેશી બંદૂક સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, શિકારપુર ગામથી માણાબા તરફ આવતા માર્ગ પર કોઈ શખ્સ દેશી બંદૂક સાથે હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળા સ્થળ પરથી પગપાળા આવતા આરોપી ઈશમને ઝડપી પાડ્યો હતો. આ ઈશમની તપાસ કરવામાં આવતા તેની પાસેથી દેશી બંદૂક મળી આવી હતી. પોલીસે આ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
