ભુજની જેઆઇસી જેલમાં એક કેદીનું મોત નીપજયું

copy image

copy image

ભુજની જેઆઇસી જેલમાં એક કેદીનું મોત નીપજયું છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજની જેઆઇસી જેલમાં વર્ષ 2009થી કેદ 70 વર્ષીય શ્રીલંકન કેદી રામકૃષ્ણા લીંગમનું મોત થયું છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ મુજબ વર્ષ 2009માં નારાયણ સરોવર પોલીસ મથકે પાસપોર્ટ વિના ભારતમાં અપપ્રવેશ અંગે નોંધાવવામાં આવેલ ગુનામાં સજા પૂરી થઇ ચૂકી હતી પરંતુ શ્રીલંકન સરકાર તેને સ્વીકારવા તૈયાર ન હતી. ત્યારે આ કેદી  માનસિક રીતે અસ્વસ્થ હોઇ અને ખાવાનું બંધ કરી દીધેલ હતું. ગત તા. 3/1 તથા 11/1ના હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં સારવાર આપવામાં આવી હતી. વધુ તબિયત બગાડતાં તેને બીજી વખત સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-