મુન્દ્રાના ધ્રબમાંથી ટ્રકની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

copy image

copy image

   મુન્દ્રાના ધ્રબમાંથી ટ્રકની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુ પ્રાપ્ત થતી વિગતો મુજબ મુંદ્રા ખાતે આવેલ ધ્રબમાં ટ્રાન્સપોર્ટની ઓફિસ બહાર પાર્ક કરવામાં આવેલ ટ્રેઇલર કોઈ ચોર ઈશમ લઈને ફરાર થઈ ગયેલ હોવાથી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ ચોરીના બનાવ અંગે પોલીસ મથકે નોંધાવવામાં આવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીની ઓફિસ રાશાપીર સર્કલ નજીક અશોક વાટિકા કોમ્પ્લેક્સમાં આવેલી છે. ગત  તા. 29/7/24ના ઓફિસની સામે ટ્રાન્સપોર્ટનું ટ્રેઇલર પાર્ક કરવામાં આવેલ હતું. બાદમાં  બીજા દિવસે આવીને જોતાં  આ ટ્રેઇલર ત્યાં હાજર મળ્યું ન હતું. વધુમાં તપાસ કરતાં ટ્રકનું લોકેશન જોતાં આ ટ્રેઇલર સવારે ચાર વાગ્યે નીકળ્યું હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસ કરતાં આ ટ્રેઇલર ક્યાય ન મળતા આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-