નરામાં 18 વર્ષીય યુવતીનો આપઘાત
copy image

લખપત ખાતે આવેલ નરામાં 18 વર્ષીય યુવતીએ કોઈ અગમ્ય કારણે ગળે ફાંસો ખાઈ જીવ અપી દીધો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ લખપત તાલુકાના નરામાં 18 વર્ષીય યુવતી દમયંતીબેન પોતાના ઘરે હાજર હતી તે સમયે કોઈ અગમ્ય કારણે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.બનાવની જાણ થતાં આ યુવતીને સારવાર અર્થે લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મરુત જાહેર કરી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આરંભી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
