કચ્છ કેરની કાવ્ય મહેફિલ
મળે તું જો દોસ્ત,પ્રિયજન મને
તો મોજની વાત કરવી છે…
આજકાલ ચાલે છે કેવો તારો મિજાજ
એ મિજાજની મોજની વાત કરવી છે.
વીતી ગયેલ એ દિલદારી સમયના
રાગની વાત કરવી છે…
શિકારીના ખુશ મિજાજની વાત કરવી છે
ગગન ચુંબી પક્ષીરાજની વાત કરવી છે…
હા,આપણે બાજની વાત કરવી છે
કાલની આવતીકાલની વાત કરવી છે
ગઈકાલની વાત કરવી છે
પ્રેમીઓની આજની વાત કરવી છે
જે દિલ આજે પણ રહ્યું છે જાંબાજ
એ જાંબાજની વાત કરવી છે…
તારાને મારા પ્રેમી મિજાજની વાત કરવી છે
હા પ્રિયજન, તાજમહેલના તાજની વાત કરવી છે
અને છેલ્લે થોડી કામની વાત કરવી છે
કાજની વાત કરવી છે
સંકલન H.J સોની