નખત્રાણામાં સોની પર છરી વડે હુમલો કરી ત્રણ શખ્સોએ લૂંટ મચાવી
copy image

નખત્રાણા ખાતે આવેલ કોટડા(જ.)માં સોની વેપારીના હાથમાં છરી મારી દાગીના ભરેલ બેગ ઝૂંટવી ત્રણ ઈશમો નાસી છૂટ્યા હતા. આ મામલે પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ કોટડામાં બસ સ્ટેન્ડ નજીક નીલકંઠ જ્વેલર્સ નામની દુકાન ધરાવનાર સોની વેપારી નીલેશભાઈ રમેશભાઈ સોની ગત સાંજે દુકાનમાના કિંમતી સોના-ચાંદીના ઘરેણાના બે થેલા ભરી ઘરે જઈ રહ્યા હતા. તે દરમ્યાન ત્રણ અજાણ્યા ઈશમોએ તેમની પર છરી વડે હુમલો કરી દીધો હતો અને થેલા ઝુંટવાના પ્રયાસ કરતા ઝપાઝપી મચી હતી. વધુમાં જાણવા મળી રહ્યું છે કે, નીલેશભાઈના હાથનામાં છરીનો તીક્ષ્ણ વાર કરી દાગીના ભરેલ એક બેગની લૂંટ મચાવી આ શખ્સો નંબર વિનાની સફેદ સ્વીફટ કાર લઈ નાસી ગયા હતા. બનાવમાં ઘાયલ થયેલ નીલેશભાઈને પ્રથમ નખત્રાણા અને ત્યાર બાદ વધુ સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ છે. બનાવને પગલે પોલીસે તપાસનો ધમધામાટ શરૂ કરી દીધો છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
