વેકરાથી ધુણઇ વચ્ચે અવાવરુ સ્થળ પરથી 45 વર્ષીય આધેડની લાશ મળી આવતા ચકચાર

dead-body-floor-60202053

copy image

copy image

સૂત્રો જણાવી રહયા છે વેકરાથી ધુણઇ વચ્ચે અવાવરુ સ્થળ પરથી 45 વર્ષીય આધેડની લાશ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ ગત તા. 17/1ના સવારથી આજે બપોરે 2.30 વાગ્યા દરમ્યાન બન્યો છે.રામપરના 45 વર્ષીય હમીર મુસા કોલીની લાશ ભેદી સંજોગોમાં મળી આવતા ધોડદામ મચી જવા પામી છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ વેકરાથી ધુણઇ જતા માર્ગે પશ્ચિમ બાજુ બાવળોની ઝાડીમાં અવાવરુ સ્થળ પરથી રામપરના હમીર કોલીની લાશ મળી આવેલ છે. દારૂની ટેવવાળો હમીર વડવા કાંયામાં મજૂરીકામ કરતો હતો અને બે દિવસ પૂર્વે જ રામપર આવેલ હતો. ત્યારે પોલીસે પૂર્વબાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી અને તાત્કાલિક પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. આ અંગે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી હતભાગીનું મોત કયા કારણોસર થયું હશે તે અંગેને આગળની વધુ તપાસ શરૂ કરી દેવાઈ છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-