ભુજ ખાતેથી અપહરણ થયેલ બાળકીને ગણીતરીના દિવસોમાં જુનાગઢ ખાતેથી શોધી પરીવાર સાથે મિલન કરાવતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોડર્ર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.ડી.જાડેજા સાહેબ ભુજ વિભાગ-ભુજ નાઓએ પ.કચ્છ-ભુજ જીલ્લામાં શરીર સબંધી બનતા ગુનાઓ અટકાવવા અને આવી પ્રવૃતિ સાથે જોડાયેલ ઇસમો વિરૂધ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા સારૂ ખાસ સુચના આપેલ,

જે અનુસંધાને પોલીસ ઇન્સપેકટરશ્રી એચ.એસ.ત્રિવેદી સાહેબના માર્ગદશન હેઠળ ભુજ શહેર એ ડીવીજન પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં-૦૦૪૮/૨૦૨૪ બી.એન.એન. કલમ-૧૩૭(૨) મુજબના ગુના કામે ભોગ બનનાર ભાવીકા હસમુખભાઈ દેવીપુજક ઉ.વ-૯ રહેજુની રાવલવાડી પાણીના ટાંકા પાસે હરસિધ્ધીનગર ભુજ વાળી છેલ્લા પાંચેક દિવસથી ગુમ હોઇ જેને શોધવા પ્રયત્નશીલ હતા. દરમ્યાન ભોગબનનારને જુનાગઢ ખાતે કાળવા ચોક ખાતેથી શોધી બાળકીને પોતાની માતાને સોપી સુખદ મિલન કરાવેલ છે. સદર ગુના કામેની આગળની તપાસ પો.સબ ઇન્સ શ્રી ડી.બી.લાખણોત્રા નાઓ ચલાવી રહેલ છે.

ભોગ બનનાર બાળકી:-

ભાવીકા હસમુખભાઇ દેવીપુજક ઉ.વ-૯ રહે-જુની રાવલવાડી પાણીના ટાંકા પાસે હરસિધ્ધીનગર ભુજ

આ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓઃ-

ઉપરોકત કામગીરીમાં પોલીસ ઇન્સપેકટરશ્રી એચ.એસ.ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સશ્રી ડી.બી. લાખણોત્રા તથા ભુજ સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ જોડાયેલા હતા.