અંજાર પો.સ્ટે વિસ્તારમાંથી લોખંડના સળીયાના જથ્થા સાથે આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પુર્વ કચ્છ ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઈ જેથી એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી. નાઓની આગેવાનીમાં એલ.સી.બી ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન ખાનગી બાતમી હકીકત મળેલ કે હરી ગઢવી તથા મેહુલ ગઢવી રહે. અંજાર વાળાઓ હાઈવે રોડ ઉપરથી લોખંડના સળીયા ભરી પસાર થતા ટ્રેલરોના ચાલકોને રૂપિયાની લાલચ આપી ટ્રેલરોમાંથી સળીયાની ચોરી કરી કરાવે છે અને ચોરી કરેલ લોખંડના સળીયાનો મુદ્દામાલ વર્ષામેડી રોડ પર આવેલ આર.કે. આઈ માતા હોટલના સામેના ભાગે આવેલ ગેરેજોના પાછળની ખુલ્લી જગ્યામાં રાખેલ છે. અને ચોરી કરેલ લોખંડના સળીયા તેઓ સગેવગે કરવાની તૈયારી છે. જેથી ઉપરોકત જગ્યાએ જઇ તપાસ કરતા ગેરેજની બાજુમાં ખુલ્લી જગ્યામાં અલગ અલગ સાઈઝના લોખંડના સળીયા તેમજ ઉપરોકત આરોપીઓ હાજર મળી આવતા આ લોખંડના સળીયા બાબતે પુછપરછ કરતા કોઈ આધાર પુરાવા ન હોય આ જથ્થો ચોરી કે છળકપટથી મેળવી સંગ્રહ કરેલ હોવાનું જણાઈ આવતા આરોપીઓને પકડી પાડી અંજાર પોલીસ સ્ટેશનમાં શ્રી સરકાર તરફે ફરીયાદ આપી ગુનો દાખલ કરાવેલ છે અને આગળની કાર્યવાહી માટે અંજાર પો.સ્ટે ને સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓનાં નામ
(૧) હરીભાઈ સામરાભાઈ ગઢવી ઉ.વ. ૨૧ રહે. પ્લોટ નં. ૫૬, રાજાડાપડીદાદાનગર, દબડા, તા.અંજાર મુળ રહે. વવાર તા.મુન્દ્રા
(૨) મેહુલભાઈ રવિદાનભાઈ ગઢવી ઉ.વ. ૨૬ રહે. ઓફીસ નં. ૨૪,જલારામ જયોત ડોમ્પલેક્ષ,એ.પી.એમ.સી. પાસે અંજાર મુળ રહે. રજુણાધામ સોસાયટી,લાઠી બાયપાસ રોડ, અમરેલી જી.અમરેલી
શોધાયેલ ગુનો-
અંજાર પો.સ્ટે. ગુ.ર.નં. ૦૦૩૯/૨૫ બી.એન.એસ.ડ.303(૨),૩૧૭(૨),૬૧(૨),૫૪
મુદામલ ની વિગત –
-અલગ અલગ કંપનીના અલગ અલગ સાઈઝના લોખંડના સળીયા વજન – ૧૦૧૩૦ ડિ.ગ્રા.
કિ.રૂ. ૫,૦૬,૫૦૦/-
આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.જાડેજા તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
