અબડાસાના ભાચુંડામાં 18 વર્ષીય યુવતીનો આપઘાત
copy image

અબડાસા ખાતે આવેલ ભાચુંડામાં 18 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અબડાસા ખાતે આવેલ ભાચુંડામાં 18 વર્ષીય કૌશલ્યા ગોપાલભાઈ ભરાડિયા નામની યુવતીએ કોઈ અગમ્ય કારોણસર પોતાના ઘરે રૂમની આડી ઉપર દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ મોતને સ્વીકાર્યું હતું. બનાવની જાણ થતાં જ આ યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
