રાપરના નૂતન ત્રંબૌમાં બેન્ક મેનેજરને ધમકી આપનાર ઈશમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

copy image

copy image

  રાપર ખાતે આવેલ નૂતન ત્રંબૌમાં સ્થિત રાષ્ટ્રીયકૃત બેન્કના મેનેજરને છરી બતાવી ધાકધમકી કરનાર બે આરોપી ઈશમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 13/1ના સાંજના ભાગે નૂતન ત્રંબૌ ખાતે આવેલી એસબીઆઇ બેન્કમાં બન્યો હતો. અહી બેન્કના મેનેજર તથા અન્ય કર્મચારીઓ બેન્કના  ખાતેદારોનો સમય પૂર્ણ થતાં ઓફિસનું કામ કરી રહ્યા હતા, તે સમયે આરોપી ઈશમોએ  આવી પટાવાળાને ફોન પે ચાલુ કરાવવાની  માંગ કરી હતી, ઓફિસ સમય પૂરો થઈ જવાથી તા. 15/1ના આવવાનું જણાવતા આ શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને બાદમાં શખ્સોએ તેમની સાથે ઝપાઝપી કરી છરી કાઢી ધમકી કરી હતી. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-