મીસરિયાડોના સીમ  વિસ્તારમાંથી 71 હજારના વાયરની તસ્કરી થતાં મામલો પોલીસ ચોપડે નોંધાયો

copy image

copy image

ભુજ ખાતે આવેલ મીસરિયાડોના સીમ  વિસ્તારમાંથી 71 હજારના વાયરની ચોરી થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ  મીસરિયાડોના સીમ  વિસ્તારમાં વીજક્ષેત્રની ખાનગી કંપનીના વીજ તાર લગાડવાની કામગીરી દરમ્યાન વાયરના બે ડ્રમમાંથી 1100 મીટર એલ્યુમિનિયમ વાયર કિં. રૂા. 71500ની ચોરી કરી ચોર ઈશમો ફરાર થઈ ગયા છે. આ મામલે પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 7/1ના રાતથી સવાર સુધીના સમયગાળા દરમ્યાન તસ્કરોએ આ બનાવને  અંજામ આપ્યો છે. આ સમયે  એસોસીએટ પાવર સ્ટ્રકચર્સ પ્રા. લિ. (એ.પી.એસ.) વડોદરાવાળી કંપનીની મીસરિયાડો સીમ વિસ્તારમાં વીજ ટાવરની બાજુમાં જમીન પર પડેલા બે કંડકટર ડ્રમમાંથી કુલ 1100 મીટર એલ્યુમિનિયમના વાયર જેની કિં. રૂા. 71,500નો મુદ્દામાલ પર હાથ સાફ કરી આરોપી શખ્સો ફરાર થઈ ગયા હતા. આ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-