ભચાઉ ખાતે આવેલ ચોપડવા નજીકથી દેશી બંદૂક સાથે એકની અટક

Bike-Chor-arrested-by-Mulund-Police-station-20-Motorbikes-recoverd-Gallinews

copy image

copy image

ભચાઉ ખાતે આવેલ ચોપડવા નજીકથી દેશી બંદૂક સાથે એક શખ્સને પોલીસે દબોચી લીધો છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભચાઉના ચોપડવા પાસે ઓવરબ્રિજ નજીક ડાબી બાજુ જતા કાચા માર્ગ પર એક શખ્સ દેશી બંદૂક સાથે હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને હકીકત વાળા સ્થળ પરથી પગપાળા જઇ રહેલ આરોપી શખ્સને દબોચી લીધો હતો. પોલીસે પકડાયેલ શખ્સની તપાસ કરતાં તેની પાસેથી 48 ઇંચની દેશી બંદૂક મળી આવી હતી,પોલીસે આ શખ્સ પાસેથી બંદૂક સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-