ગળપાદરમાં બનાસકાંઠાની એક યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી શખ્સ વિરુદ્ધ એફઆઇઆર નોંધાઈ

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ ગળપાદરમાં બનાસકાંઠાની એક યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ બનાસકાંઠાના કાંકરેજમાં રહેનાર એક  યુવતી પાટણ, રાધનપુરના આરોપી ઈશમ સાથે  સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવી હતી. વધુમાં જાણવા મળી  રહ્યું છે કે આ યુવતી ગળપાદરમાં હતી તે દરમ્યાન આ શખ્સે જે-તે ભોગ બનનાર સાથે અડપલાં કર્યા હતા. ઉપરાંત છરી બતાવી વારંવાર જુદી જુદી જગ્યાએ બળાત્કાર ગુજાર્યો હતો તેમજ ફોટા વાયરલ કરી બદનામ કરી નાખવાની ધમકી પણ આપેલ હોવાનું સામે આવ્યું છે. આ મામલે આરોપી ઈશમ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-